Friday, 12 April 2013

શનિ -સૂર્યનો વિષ-યોગ શું ફળ આપશે?



શનિ -સૂર્યનો વિષ-યોગ શું ફળ આપશે? 

તારીખ--14-04-2013 ના શનિવારના 01-29 એ .એમ..ના  સમયે  સૂર્યનારાયણ નું મેષ રાશી માં ભ્રમણ શરૂ થશે, જે હાલમાં તુલા રાશી માં ભ્રમણ કરી રહેલા શનિદેવ ના પ્રતિયોગ માં થનાર હોવાથી "વિષ-યોગ" ઉભો થાય છે, જેની અસરો દેશ-દુનિયા અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રે વિશેષ ઉથલ-પાથલ થવા ના એધાણ આપી જાય છે...સામાન્ય રીતે મેષ સંક્રાંતિ ની અસરો ત્રણ મહિના સુધી રહેતી હોવાથી આગામી ત્રણેક મહિના દરમ્યાન રાજકીય ગરમા-ગરમી વધતી જોવાય..શાસક પક્ષને નીત-નવી સમસ્યા ઉભી થતી અનુભવાય..."વિષ-યોગ" થતો હોવાથી કોઈ પીઢ રાજકીય નેતા ના આરોગ્ય-આયુષ્ય સામે પણ જોખમ ઉભું થાય..આ સમય દરમ્યાન સૂર્ય-મંગલ ની મેષ રાશી માં યુતિ ગોચર શનિ  દેવ ના પ્રતિયોગ માં થતી હોવાથી સમય શુભા-શુભ ફળ આપવા માટે ઘણો મહત્વનો નીવડવાનું જણાય છે ...   મંગલ નો શનિ સાથે નો સંબંધ થાય છે, તેથી સમય વધુ વિસ્ફોટક નીવડવા નો ઘણો સંભવ છે.. મહાસત્તાઓ વચ્ચે અણુ યુદ્ધ થવાનો ભય ઉભો થાય ...દેશ-દુનિયા માં યુદ્ધ નો ઉન્માદ ઉભો થાય ,,    અગ્નિ-અકસ્માત-વાવાઝોડા નો ભય રહે..વિમાન દુર્ઘટના થવી, આતંકી હુમલાનો ભય ઉભો થવો, રેલ અકસ્માત થવા, વિગેરે નો સંભવ રહેશે..અધૂરામાં પૂરું રાહુ દેવ પણ શનિ  સાથે તુલા રાશી માં ગોચર સૂર્ય-મંગલ ના પ્રતિયોગ માં હોવાથી વિસ્ફોટક સમય ગણાય .......................                                                                    

..રાશી વાર ફળકથન વિચારીએતો -...............

-૧)મેષ રાશી--માટે સંતાન  સંબંધિત શુભ ફળ પ્રાપ્ત થાય પણ આરોગ્ય, ભાગીદારી અને જાહેર જીવન સંબંધી બાબતો માં સાચવવું પડે....રક્ત-ચાપ વધુ રહેવા જણાય છે માટે સાચવવું... વિજાતીય સંબંધો થી સાચવજો, અપ યશ-માનહાની-વિવાદ થવા યોગ બને છે ...  પત્ની ના આરોગ્ય કે અન્ય બાબતે અશાંતિ-ઉચાટ અનુભવાય ..ગૃહસ્થ જીવનમાં વાળ-વિવાદ ટાળવા ..

૨)વૃષભ રાશી----ઉઘરાણી ના પ્રશ્નો ચિંતા વધારે...દર્દ-દેવાનો ઉપદ્રવ અનુભવાય...જમીન-મકાન ના પ્રશ્નો માં સાચવવું.વાહન અકસ્માત નો  સંભવ છે માટે વાહન ચલાવવામાં સાચવજો..માતાની તબિયત બગડે..........                                                                                                                                            

૩)મિથુન રાશી-----પરદેશ સમ્બન્ધિત કાર્યો સફળ  થવાના ચાન્સ વધશે..સંતાન થી હર્ષ-લાભ..લાભ-આવક માં વધારો..શેઅર બજાર સંબંધિત કામો માં આકસ્મિક લાભ ની તકો વધશે..પ્રેમ -પ્રસંગો ઉભા  થાય.. પ્રિય પાત્ર  થી મિલન-મુલાકાત થાય.....સંતાન ના  ભાગ્યોદય ની તકો ઉભી થાય ..                                                                                                              

  ૪)-કર્ક રાશી----માટે ઘણી મહત્વની શુભા-શુભ અસરો છોડી જનાર આ સમય પુરવાર થશે..કૌટુંબિક વિવાદ જો ચાલતા હશે તો સમસ્યા વધુ વિકટ બનશે..વારસાગત મિલકત માટે વાદ-વિવાદ ઉભા થવા નો ભય રહે..હૃદય રોગ ની તકલીફ વાળા એ  આ સમય માં વધુ ધ્યાન રાખવું  જરૂરી બને..મકાન અંગે કોઈ મોટા ઇન્વેસ્ટ કરવામાં સાચવવું...માતાને પીડા નો ભય...અનિન્દ્રા અનુભવાય ..જાહેર જીવન માં પડેલી વ્યક્તિઓએ ખાસ સાચવવું ...                                                                                                          

 ૫)-સિંહ રાશી ---ઘણો મહત્વનો સમય પુરવાર થાય...પરદેશ ગમન થાય..પરદેશ સાથેના વ્યવહારો થી લાભ થાય..ધર્મ કાર્ય-યાત્રાઓ થાય અને ધાર્મિક પ્રસંગો ઉજવાય...યુવા વર્ગ માટે ઘણો શુભ સમય પસાર થાય..કાર્ય-સફળતા ની તકો વધે..                                                                                                                                              

  ૬)-કન્યા રાશી----તન-મન-ધન થી સાચવવાનો સમય છે, માટે સાચવીને સમય પસાર કરી લેવો ..વ્યર્થ ખર્ચ-ભ્રમણ ના પ્રસંગો ઉભા થાય...પ્રવાસ માં સાચવજો..કૌટુંબિક સમસ્યા ઓ ચિંતા કરાવી જાય...અંગત સ્નેહી જનો શત્રુ ની ગરજ સારે..લેવડ-દેવડના પ્રશ્નો માં સાચવવું..સંતાન-પત્ની ના પ્રશ્ને  ચિંતા ...                                

 ૭)-તુલા રાશી---જાહેર જીવન માં યશ-પ્રતિષ્ઠા માં વધારો...પત્ની-શ્વશુર પક્ષ થી-ભાગીદાર થી લાભ થાય....પ્રવાસ સુખદ નીવડે..મહત્વના ફેરફાર-પરિવર્તન થાય..અતિ ભોગ થી બચવું...                                        

 ૮)વૃષિક રાશી----સફળતા સૂચક સમય ગણાય ..રોગ-દેવાનો નાશ થાય...ઉછીના આપેલ નાણા પરત મળે..વાદ-વિવાદ માં સફળતા..નોકરી  માં બદલી-બઢતી ની તકો ઉભી થાય..બેકાર ને નોકરી ની તકો મળે..                                                                                                                                                       

૯)-ધન રાશી ---સંતાન ના ભાગ્ય પ્રબળ બને...સંતાન ના પ્રશ્નો માં સફળતા..સંતાનથી હર્ષ-લાભ...યુવા વર્ગ ને પરિચય -પ્રણયના  પ્રસંગો ઉભા થાય...શેઅર બજાર થી લાભ..                                                       

 ૧૦)-મકર રાશી-----બી.પી. . માં વધ-ઘટ  થતી અનુભવાય તેવા પ્રસંગો બનતા રહે..ઉચાટ-ઉજાગરા વધે ...માતાની તબિયત ચિંતા કરાવે...અકસ્માત થી ખાસ સાચવજો..જમીન-મકાન ના પ્રશ્નો માં પ્રગતિ થવાનું જણાય છે, તો પણ સાચવીને કાર્ય કરવા ..સમય છેતરામણો છે ..                                                                                                                                                      

૧૧)-કુંભ રાશી--ઘણો શુભ સમય  પુરવાર  થાય...ધારેલા કાર્યો સરળતાથી  પાર પડતા જણાય..લાભ-આવક ની તકો વધે..પ્રવાસના આયોજન સફળ થાય...હર્ષ-લાભ ના પ્રસંગો બને..વિરોધીઓના હાથ હેઠા પડે...ધાર્મિક કાર્ય-યાત્રા ના આયોજન સફળ થાય..દામ્પત્ય જીવન માં ઉષ્મા વધે..                                                   

૧૨)-મીન રાશી----લગ્ન જીવન માં પરસ્પર  વાદ-વિવાદ ટાળવા ..સમાધાન કરી વલણ અપનાવવું..ભાગીદારી ના કામોમાં નુકસાન-વિવાદ ઉભા થવા ચાન્સ છે, માટે સાચવી ને કામ કરવા..અનૈતિક કામો થી દુર રહેવામાં જ સાર સમજવો..કૌટુંબિક સમસ્યાઓ ઉભી થતી જણાય...આરોગ્યની કાળજી રાખવી..............

No comments:

Post a Comment