સંવત 2068 ના દિવાળી ના મુહુર્ત :---
તારીખ:- 11-11-2012 , રવિવાર ; આસો વદ-13 ; સ્ટા . ટાઇમ :- 13-28 થી તેરશ નો આરંભ થાય છે ...સ્ટા . ટાઈમ 13-47 થી 15-12 સુધી શુભ ચોઘડિયું ;18-00 થી 22-47 સુધી શુભ , અમૃત અને
ચલ ચોઘડિયા માં ચોપડા લાવવા તથા ગાદી બિછાવવા માટે શુભ છે ...
શ્રી મહાલક્ષ્મી પૂજનનું મુહુર્ત :-
તારીખ :- 13-11-2012 ના મંગળવારે , આસો વદી ; તેરસ ના પ્રદોષ કાળ અને નિશીથ કાલ વ્યાપિની અમાવાસ્યા હોવાથી આ દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ છે ..સ્ટા . ટાઇમ :- 18-00 થી 19-42 સુધી પ્રદોષ કાળ છે ;જેમાં સ્ટા . ટાઇમ :- 18-19 થી 18-32 સુધી નો સમય ઉત્તમ છે ..સ્ટા . .ટાઇમ :- 19-36 થી 21-12 લાભ ચોઘડિયું ; સ્ટા . ટાઈમ:-22-47 થી 27-35 સુધી શુભ , અમૃત ,ચલ ચોઘડિયા છે ..સ્ટા . ટાઇમ :- 23-58 થી 24-49 સુધી નિશીથ કાલ છે ...
દિવાળી ધન-સમૃદ્ધિ નો તહેવાર છે ..આ તહેવાર માં શ્રી ગણેશ , શ્રી મહા લક્ષ્મી અને ધનાધિપતિ કુબેર ભગવાન ની પૂજા કરવાનું શાસ્ત્ર માં વિધાન છે ..આ સાથે-સાથે માં સરસ્વતી અને મહા કાલી ની પણ પૂજા કરવામાં આવે છે ..જે માતાજીના અનુક્રમે સાત્વિક અને તામસિક સ્વરૂપ છે ...દિવાળી ની રાત્રીના શ્રી ગણેશ જી ની પૂજા કરવાથી સમૃદ્ધિ અને જ્ઞાન મળે છે , જેનાથી આપણ ને ધન કમાવવાની પ્રેરણા મળે છે ..અને ધનનો સદ ઉપયોગ કરવાની બુદ્ધિ મળે છે ... મહા લક્ષ્મી માતા પ્રસન્ન થઇ ધન નું વરદાન આપે છે અને કુબેર ભગવાન ધન નો સંગ્રહ કરવામાં સહાય રૂપ થાય છે , એટલે જ શ્રી ગણેશ , માં લક્ષ્મી અને શ્રી કુબેરજી ની પૂજા કરવા માં આવે છે ...
દિવાળી માં કરવાની સરળ અને લાભ કારક વિધિ અહી રજુ કરું છું ..જેને શ્રદ્ધા પૂર્વક કરવાથી મનો કામના પૂર્ણ થાય છે ..
ધનતેરશ થી ભાઈબીજ સુધીનો પાંચ દિવસ ની સરળ પૂજા બતાવું છું, જે શ્રદ્ધા થી કરી શકાય ..
1) ધન તેરશ:- આં દિવસે પૂજા ના સમયે પાંચ દિવેટ સાથે એક થાળી માં આરતી તૈયાર કરવી .. થાળીમાં એક સ્વસ્તિક કંકુ થી દોરવો , અને ''શ્રીમ'' કંકુ થી લખવું , મંદિર માં ધૂપ-દીપ કરવા , આપણું મુખ પૂર્વ/ઉત્તર માં રહે તે રીતે સામે એક પાટલા ઉપર લાલ રેશમી વસ્ત્ર પાથરી જમણા હાથે ઘઉં ની ઢગલી કરી અથવા અષ્ટ દલ બનાવી તેના ઉપર શ્રી ગણેશ ની મૂર્તિ/ ફોટો જે કઈ હોય તે મુકવું , આમાંથી કઈ ના હોય તો એક નાની ડીશ માં ત્રણ સોપારી ગોઠવી ને મુકવી અને તેની ઉપર કંકુ ના ચાંલ્લા અનામિકા આંગળી થી કરવા , ફૂલ-ચોખા ચઢાવવા . હવે ડાબા હાથે ચોખા ની ઢગલી/અષ્ટ-દલ કરવું તેની ઉપર માતાજી નો ફોટો/શ્રી યંત્ર/ મૂર્તિ ..જે હોય તે સ્થાપિત કરવું . આગળ એક તાંબાનો કળશ તૈયાર કરી મુકવો ..કળશ ને નાડાછડી ગોળ બાંધવી , કળશ માં સોપારી ,સવા રૂપીઓ ,કંકુ-ચોખા ,કમળ-કાકડી , ફુલ ,પધરાવવા , નાગરવેલ કે આસો પાલવ ના પાન ગોઠવવા (પાન ની દાંડી અંદર ના ભાગે રાખવી ),,. કળશ પર એક શ્રીફળ ખાલી ઉપરની ટોચ દેખાય તે રીતે ચુંદડી વીટાળીને ગોઠવવું . તેની ઉપર પોતાનાં કુળ દેવી નું ધ્યાન કરી બેસાડવા . ફૂલ -ચોખા, કંકુ-હળદર ચડાવવા , બાદ નીચે નાં મંત્ર યથા શક્તિ અથવા 108 વખત કરવા .1) "ઓમ શ્રીમ ઓમ હ્રીમ શ્રીમ હ્રીમ કલીમ શ્રી કલીમ ઓમ વિત્તેશ્વરાય નમઃ "
2) "ઓમ હ્રીમ શ્રીમ કલીમ મહાલક્ષ્મ્યે નમઃ સ્વાહા"
બાદ આરતી ઉતારવી . આરતી બાદ લક્ષ્મી સ્તોત્ર/ શ્રીસુકત ના પાઠ થાય તો કરવા , માતાજી ની ક્ષમાં-યાચના કરવી , આરતી ઠરી જાય એટલે કંકુ એક ડબી માં ભરી લેવું .
2) કાળીચૌદશ :- આજે આરતીની થાળીમાં બે સ્વસ્તિક દોરવા અને બે ''શ્રીમ '' કંકુ થી લખવા , બાદ શ્રી ગણેશ અને માતાજી ની ફૂલ-કંકુ-ચોખા થી પૂજા કરવી , ધૂપ-દીપ પ્રકટાવવા ,બાદ નીચે આપેલા મંત્ર ના 108 વખત જપ કરવા .
1) "ઓમ હ્રીમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીમ ઓમ"
2) "ઓમ નમઃ કમલ વાસિન્ય્યે સ્વાહા"
બાદ માતાજી ની ઉપર તૈયાર કરેલી થાળી વડે આરતી ઉતારવી , ક્ષમાં -પ્રાર્થના કરાવી , આરતી ઠરી જાય એટલે કંકુ સાફ કરીને ડબીમાં ભરી લેવું ...
3) દિવાળી :--- આજે ત્રણ" સ્વસ્તિક" અને ત્રણ "શ્રીમ" લખીને આરતી ની થાળી તૈયાર કરવી , બાકી પૂજા પ્રમાણે પુજાદી કાર્ય બાદ નીચે આપેલ મંત્ર ની માળા કરવી
"ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યે નમઃ"
બાદ આરતી ઉતારવી , અને કંકુ ભરી લેવું ...
4)બેસતું વર્ષ:---આજે ચાર" સ્વસ્તિક" અને ચાર "શ્રીમ" કરીને આરતી ની થાળી તૈયાર કરવી .બાકી ની ઉપર પ્રમાણે નિત્ય પુજાદી કાર્ય કર્યા બાદ નીચે નાં મંત્ર ની માળા કરવી
1)"ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યે નમઃ"
2) "ઓમ ધનદાયે સ્વાહા"
બાદ વિધિ પૂરી કરી ને આરતી ઠર્યા બાદ કંકુ ડબી માં ભરી દેવું ...